મોરવા હડફ: મોરવા હડફના આલુ મેત્રાલ ગામે ₹31.33 કરોડના ખર્ચે પંપીંગ સ્ટેશનનુ ખાતમુહૂર્ત ધારાસભ્ય નિમિષાબેન સુથારના હસ્તે કરાયું હતું
મોરવા હડફ તાલુકામાં સિંચાઈની સુવિધા સુદ્રઢ કરવાના ભાગરૂપે એક મહત્વપૂર્ણ લોકહિતનું કાર્ય કરવામાં આવ્યું છે. પાનમ જળાશય આધારિત ઉદવહન સિંચાઈ યોજના અંતર્ગત, તાલુકાના આલું (મેત્રાલ) ગામે અંદાજે ₹31.33 કરોડના ખર્ચે સાકાર થનારા ‘પંપીંગ સ્ટેશન નં.2 નું ભવ્ય ખાતમુહૂર્ત તા.4 જુલાઈ શનિવારના રોજ મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.