અંજાર: મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં પોલીસનો સઘન ડ્રાઈવ: ટ્રાફિક, પ્રોહી-જુગાર વિરુદ્ધ કડક કાર્યવાહી
Anjar, Kutch | Apr 12, 2026 અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા તેમજ પ્રોહી/જુગાર જેવા ગુનાઓને અટકાવવા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામા આવી હતી.સરહદી રેન્જ ભુજના મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન મુજબ આ કામગીરી હાથ ધરાઈ હતી. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા મજબૂત રહે તે માટે અંજાર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.