સુરત અપડેટ | પાલિકામાં નોકરી અને કોન્ટ્રાક્ટના નામે કરોડોની છેતરપિંડી
સુરતમાં પાલિકામાં નોકરી અપાવવાના તેમજ BRTS રૂટમાં રેલિંગનો કોન્ટ્રાક્ટ અપાવવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં આર્થિક ગુન્હા નિવારણ શાખા (ઇકો સેલ) દ્વારા જનાદેશ પ્રેસના માલિક રાજેન્દ્ર ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી વિરુદ્ધ ઇકો સેલમાં બે અલગ-અલગ ફરિયાદ નોંધાઈ છે. પાલિકામાં નોકરી અપાવવાના નામે તેમજ BRTS રૂટમાં રેલિંગનો કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપી 2 કરોડથી વધુની છેતરપિંડી કરાઈ હોવાનો આક્ષેપ છે.
આ કેસમાં કુલ 16 લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. આરોપી વિરુદ્ધ વર્ષ 2019માં અડાજણ પોલીસ મથકમાં પણ છેતરપિંડીનો ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત ચેક રિટર્નના 9 કેસ હોવાની માહિતી પણ મળી છે.
સમગ્ર મામલે ઇકો સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Udhna, Surat | Aug 21, 2026