ભચાઉ: ભચાઉ પોલીસે ઓનલાઇન સટ્ટો રમતા શખ્સની કરી ધરપકડ
Bhachau, Kutch | Jun 18, 2026 ભચાઉ શહેરમાં જય માતાજી ચોક નજીક આજે ક્રિકેટની મેચમાં ઓનલાઈન સટ્ટો રમતા આરોપી હર્ષદ મહેશ ઠક્કર રહે ફૂલવાડી વાળાની ભચાઉ પોલીસે ધરપકડ કરી હતી. ભચાઉ પોલીસે આ આરોપી પાસેથી સટ્ટા રમતો મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો. ભચાઉ પોલીસે દસ હજારનો મુદામાલ કબજે કરીને આગળની તપાસ શરૂ કરી હતી.