ગાંધીધામ: ખારીરોહરમાં મેગા ડિમોલેશન • ધાર્મિક દબાણ દૂર • 200થી વધુ પોલીસનો લોખંડી બંદોબસ્ત
ગાંધીધામના ખારીરોહર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ધાર્મિક દબાણને દૂર કરવા તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2 DySP, 4 PI, 8 PSI સહિત 200થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નાયબ મામલતદાર સહિત વહીવટી તંત્રની હાજરીમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. સમગ્ર ઓપરેશન દરમિયાન વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી હતી.