હાલોલ: હાલોલ બાયપાસ પર કારની ટક્કરે શિક્ષક દંપતી ઘાયલ, કાર ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ગુનો દાખલ
હાલોલની અન્વી સોસાયટીમાં રહેતા વિનોદકુમાર પંચાલ ગત 9 જૂનના રોજ રાત્રે પત્ની શકુંતલાબેન સાથે સ્વામીનારાયણ મંદિરેથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન વડોદરા રોડ પર આવેલી ખાખી હોટલ પાસે ભારત પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવવા માટે તેઓ જ્યારે કંજરી ચોકડી બાયપાસ પરથી યુ-ટર્ન લઈ રહ્યા હતા, ત્યારે કંજરી રોડ તરફથી પૂરઝડપે અને બેફામ ગતિએ આવેલી એક કારના ચાલકે તેમની એક્ટિવાને જોરદાર ટક્કર મારી દીધી હતી.