ગાંધીધામ: આદિપુર પોલીસે એક વર્ષે જૂનો ચોરીનો ગુનો ઉકેલી બે આરોપીઓને ઝડપ્યા
સરહદી રેન્જ IG ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ ઉકેલવાની સૂચના અન્વયે આદિપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે વર્ષ 2025ના ચોરીના ગુનામાં સંડોવાયેલા રાહુલ રાજુભાઈ રાવલ (દેવીપૂજક) અને અરબાસ મોહમદનાઝીમ મિયાશાહને ઝડપી પાડયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના બે કિંમતી મોબાઈલ ફોન રિકવર કરી કાયદેસરની