ખંભાત: ખંભાતના કંસારી પાસે કારે બાઇકને ટક્કર મારતાં પતિ-પત્ની, પુત્રી ઘાયલ
Khambhat, Anand | Jul 29, 2026 ખંભાત તાલુકાના વાડોલા ગામે રહેતા ફરિયાદી અમીતભાઈ ચતુરભાઈ પટેલ (ઉ.વ.42) બપોરના સુમારે પત્ની જ્યોત્સનાબેન, 15 વર્ષીય પુત્રી સ્નેહાને બાઇક નંબર GJ 23 BH 1588 ઉપર બેસાડીને ખંભાતથી વાડોલા તરફ આવવા માટે નીકળ્યા હતા. દરમિયાન કંસારી બીલીફાર્મ હાઉસ નજીક પાછળથી પૂરપાટ ઝડપે આવી ચઢેલી અર્ટીગો કાર નંબર GJ 06 PS 2967એ ટક્કર મારતાં ત્રણેય રોડ ઉપર પટકાયા હતા.ત્રણેવને વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી.આં અંગે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હા.ધરી