અંજાર: બિલેશ્વરનગર ખાતે જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ મહિલા વિંગ અંજાર શાખા દ્વારા સેવાકીય કાર્યનું આયોજન
Anjar, Kutch | May 11, 2026 ગરમીની સિઝનમાં અબોલ પશુ-પક્ષીઓને પીવાના પાણીની સુવિધા મળી રહે તે હેતુસર જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ મહિલા વિંગ અંજાર શાખા દ્વારા ચુડગર પરિવાર અંજારના સહયોગથી સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત શારદા સેવા ભવન, બિલેશ્વરનગર અંજાર ખાતે પક્ષીઓ માટે માટીના જળકુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મા શિવણ કેન્દ્રની બહેનો, ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓ તેમજ બિલેશ્વરનગરના રહેવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.