અંજાર: નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે કાર્યવાહી
Anjar, Kutch | May 21, 2026 અંજાર નગરપાલિકા દ્વારા “પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત અંજાર” અભિયાન અંતર્ગત પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલાં વેચતા વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરમાં વિવિધ સ્થળોએ ચકાસણી દરમિયાન અંદાજે ૫૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો, કિંમત આશરે રૂ.૮ હજાર, જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ રૂ.૧૫૦૦ દંડ વસૂલવામાં આવ્યો હતો.ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા, ઓફિસ રશ્મિનભાઈ ભીંડે અને ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.