ખંભાત: ખંભાતના દરિયામાં ડોલફીન માછલીઓ દેખાતા
સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે કુતૂહલ
Khambhat, Anand | May 27, 2026 ગુજરાતના દરિયા કિનારે અવારનવાર દરિયાઈ જીવો જોવા મળતા હોય છે, ત્યારે આણંદ જિલ્લાના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા ખંભાતના દરિયામાં અચાનક ડોલફીન માછલીઓ જોવા મળતા સ્થાનિકો અને ત્યાં ફરવા આવેલા પ્રવાસીઓમાં ભારે આશ્ચર્ય અને કુતૂહલ સર્જાયું છે.સામાન્ય રીતે ઊંડા અને ચોખ્ખા પાણીમાં જોવા મળતી ડોલફીન માછલીઓ ખંભાતના કિનારા નજીકના પાણીમાં કલ્લોલ કરતી કેમેરામાં કેદ થઈ છે.