ગાંધીધામ: મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જનગણના ૨૦૨૭ની ઓનલાઈન સ્વ-ગણતરી પ્રક્રિયાનો કર્યો પ્રારંભ
જનગણના ૨૦૨૭ અંતર્ગત તારીખ 18 મે ના રોજ રાજ્યવ્યાપી ઓનલાઈન સ્વ-ગણતરી પ્રક્રિયાનો ઔપચારિક પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી દ્વારા નાગરિકોને ડિજિટલ માધ્યમથી પોતાની માહિતી સચોટ રીતે નોંધાવવા અપીલ કરવામાં આવી, તેમણે જણાવ્યું હતું કે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત વસ્તી ગણતરી સંપૂર્ણ ડિજિટલ મોડથી પોર્ટલ અને મોબાઇલ આધારિત કરવામાં આવી રહી છે,જે નાગરિકોને સરળ,સુરક્ષિત અને અનુકૂળ રીતે માહિતી આપવા માટેનું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરુ પાડશે.