પાલીતાણા: શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતા
હવામાન વિભાગની આગાહીના પગલે આજે તારીખ 3 એપ્રિલના રોજ સાંજના 6 કલાકના અરસામાં પાલિતાણા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, કમોસમીવરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. અચાનક આવેલા આ વરસાદને કારણે ઉભા પાકોને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને રબી પાક પર અસર થવાની શક્યતા જોવાઇ રહી છે.જો કે કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી માહોલ જમતા વાતાવરણ ઠંડક ફેલાઈ છે.