વિકસિત ભારતના સંકલ્પને સાર્થક કરવા માટે ગુજરાત રાજ્યએ વિકાસના નીત-નવા આયામો સિદ્ધ કર્યા છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ પંચમહાલ જિલ્લામાં અનેક મહત્વકાંક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.આજે પ્રગતિપથ યાત્રાનું ભવ્ય આયોજન મોરવા હડફની સાયન્સ અને આર્ટ્સ કોલેજ ખાતે કરાયુ હતું.