ચણાકા પ્લોટ પે સેન્ટર શાળા, ભેસાણ દ્વારા વિનય મંદિર હોલ, ભેસાણ ખાતે શાળાનો વાર્ષિક ઉત્સવ મહોત્સવ ભવ્યતા અને ઉત્સાહભેર ઉજવાયો હતો. સમગ્ર કાર્યક્રમ આનંદમય અને રંગારંગ વાતાવરણમાં યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાનો ચમકારો દેખાડ્યો હતો.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના નાના-મોટા વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની આકર્ષક રજૂઆત કરી હતી.