ગાંધીધામ: સીટી ટ્રાફિક પોલીસે વાયરલ થયેલ વિડિયોમાં સ્ટંટ કરતા ઇસમો સામે નેત્રમની મદદથી કાયદેસરની કાર્યવાહી કરી
સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે જીવના જોખમે બાઇક સ્ટંટ કરતા યુવકો સામે ગાંધીધામ ટ્રાફિક પોલીસે નેત્રમની મદદથી કડક કાર્યવાહી કરી છે.ટાગોર રોડ વિસ્તારમાં બાઇક પર ઉભા થઈ સ્ટંટ કરતા હોવાનો વીડિયો વાયરલ થતા એસ.પી. સાગર બાગમારે તપાસના આદેશ આપ્યા હતા. ટ્રાફિક પીએસઆઈ ડી.સી. ગોહીલ અને નેત્રમ શાખાના પીએસઆઈ જે.જી. રાજે સીસીટીવી ફૂટેજ તપાસી કાર્ગો ઝુંપડામાં રહેતા ધન્નજય ઉપેન્દ્રરાય નામના યુવકને શોધી કાઢ્યો હતો.