ગાંધીધામ: 28 જૂને પોલીયો રવિવારની તૈયારીઓ પૂર્ણ:નાયબ કમિશનર સંજય રામાનુજની અધ્યક્ષતામાં પોલીયો અભિયાન અંગે ટાસ્ક ફોર્સ બેઠક યોજાઈ
નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે (NID) અંતર્ગત આગામી તા. 28 જૂન, 2026ના રોજ ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં 0 થી 5 વર્ષના બાળકોને પોલીયોના ટીપાં પીવડાવવામાં આવશે. આ અભિયાન હેઠળ 197 બુથ પર અંદાજિત 67 હજાર બાળકોને પોલીયોના ટીપાં અપાશે,જ્યારે સમગ્ર કામગીરી માટે કુલ 788 કર્મચારીઓ અને સ્વયંસેવકો જોડાશે.આ અંગે મનપા નાયબ કમિશનર સંજય રામાનુજની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સ બેઠક યોજાઈ હતી.બેઠકમાં MOH ડૉ. દિનેશ સુતરીયાએ અભિયાનની કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું.