અંજાર: દુધઈ પોલીસ સ્ટાફ દ્વારા વધતી ગરમીને ધ્યાનમાં રાખી માનવતાભર્યો ઉપક્રમ;રોડ પરથી પસાર થતા રાહદારીઓને ઠંડી છાશનું વિતરણ
Anjar, Kutch | May 20, 2026 દુધઈ પોલીસ સ્ટાફ દ્વારા વધતી ગરમીને ધ્યાનમાં રાખી માનવતાભર્યો ઉપક્રમ હાથ ધરાયો હતો. મેઈન બજાર ત્રણ રસ્તા ખાતે, Bank of Baroda સામે રોડ પરથી પસાર થતા રાહદારીઓને ઠંડી છાસનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવાકીય કાર્યથી રાહદારીઓએ ગરમીમાં રાહત અનુભવી હતી તેમજ પોલીસની આ જનકલ્યાણકારી કામગીરીને લોકોએ બિરદાવી હતી.