જાંબુઘોડા: જાંબુઘોડામાં પી.એમ.કિસાન ઉત્સવ અંતર્ગત ખેડૂત સન્માન કાર્યક્રમ યોજાયો
જાંબુઘોડા તાલુકા પંચાયત હોલ ખાતે પી.એમ.કિસાન ઉત્સવ દિવસ અંતર્ગત 'ખેડૂત સન્માન ઉત્સવ' કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આજે શનિવારના રોજ દેશના લાખો ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 23મા હપ્તાની ચૂકવણી કરવામાં આવી છે. આ ખાસ અંતર્ગત જાંબુઘોડા તાલુકાના તમામ લાભાર્થી ખેડૂતો માટે એક વિશેષ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું હતુ