અંજાર: ગોવર્ધન નંદી શાળામાં નંદીઓની વિશેષ સેવા
Anjar, Kutch | Apr 12, 2026 અંજારની પ્રસિદ્ધ ગોવર્ધન નંદીશાળામાં મહંત ત્રિકમદાસજી મહારાજની પ્રેરણાથી ૭૦૦થી વધુ નંદીઓને ૪૦૦૦ કિલોથી વધુ તાજી અને પૌષ્ટિક શાકભાજી (જેમાં કાકડી, ટમેટા, બટેકા, પાલક, દૂધી, કોબીજ વગેરે સામેલ છે) નું ભોજન કરાવવામાં આવ્યું હતું. ગરમીની સિઝનમાં આ અબોલ જીવોને ઠંડક મળે તે હેતુથી આ સેવાકાર્ય કરવામાં આવ્યું હતું.