ગાંધીધામ: શિણાય તળાવમાં ન્હાવા પડેલા ચાર મિત્રોમાં એકનું ડૂબી જવાથી મૃત્યુ, ત્રણનો આબાદ બચાવ
પ્રાપ્ત માહિતી મુજબ ગતરોજ ગાંધીધામના શંકર નારાયણ નાથ (ઉ.વ. 22) પોતાના મિત્રો ચેતન તારાચંદ તંવર, વિક્રમ ગોવિંદ પરિહાર અને અહેમદ અનવર સાયચા સાથે શિણાય ખાતે કુદરતી સૌંદર્યની ફોટોગ્રાફી કરવા આવ્યા હતા. બાદમાં ચારેય તળાવમાં ન્હાવા પડતાં ડૂબવા લાગ્યા,અહેમદે હિંમતપૂર્વક ચેતન અને વિક્રમને બહાર કાઢ્યા હતા,પરંતુ શંકર નારાયણ નાથ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.જાણ થતાં પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે દોડી તરવૈયાઓની મદદથી યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.