અંજાર: તુણા પાસે બાઇકને નીલગાય આડે આવતાં યુવાને જીવ ખોયો
Anjar, Kutch | May 8, 2026 અંજારના તુણા નજીક બાઇકથી જતા યુવાનને નીલગાય આડી આવતાં ઘવાયેલા બાઇકચાલક નરેશ કાનજી જાદવ નામના યુવાને જીવ ખોયો હતો.તુણા ગામમાં રહેનારો નરેશ જાદવ નામનો યુવાન આદિપુર બાજુ હતો. ગત મોડીરાત્રે તે બાઇક લઇને પરત તુણા આવી રહ્યો હતો ત્યારે શિણાય-તુણા રોડ પર મામાદેવ મંદિર પાસે પહોંચ્યો ત્યારે અચાનક નીલગાય આડી ઉતરતાં આ યુવાન નીચે પટકાયો હતો.ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.