માળીયા: અમદાવાદના લૂંટના ગુનામાં ફરાર આરોપી માળિયા મીયાણામાં પાંચ ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપાયો...
Maliya, Morbi | May 16, 2025 અમદાવાદ શહેરના વટવા પોલીસ સ્ટેશનના લુંટના ગુનામાં નાસતો ફરતો આરોપી ઇસુબભાઇ મુસાણી રહે-અમદાવાદ વાળો ચોરી કરેલા મોટર સાઇકલ સાથે માળીયા વિસ્તારમા આટાફેરા કરે છે અને તેની પાસે લાલ કલરન બજાજ પલ્સર બાઈક છે. જેના આધારે પોલીસે ઇસુબભાઈ હબીબભાઇ મુસાણીની અટકાયત કરી પુછપરછ કરતા તેને અમદાવાદ શહેર, ગાંધીધામ અને જામનગર ખાતેથી જાહેર જગ્યાએ પાર્ક કરેલ મોટર સાયકલોની ચોરી કર્યાની કબુલાત આપી છે. આ સાથે પોલીસે પાંચ મોટર સાયકલ પણ કબ્જે કર્યા છે.