માળીયા: માળીયા મિયાણાના જુના રેલવે સ્ટેશન નજીકપૈસાની ઉઘરાણી કરનાર યુવાન ઉપર છરી વડે હુમલો...
Maliya, Morbi | May 13, 2025 માળીયા મિયાણા ગામે જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા અલાયાભાઈ કરીમભાઈ ભટ્ટી ઉ.22 નામના યુવાને બાકી પૈસા મુદ્દે આરોપી સમીર હુસેનભાઈ જેડા પાસે ઉઘરાણી કરતા આરોપી સમીરે પેન્ટના નેફામાંથી છરી કાઢી અલાયાભાઈને ડોકના ભાગે તેમજ જમણા હાથના બાવડાના ભાગે છરી વડે ઇજાઓ પહોચાડતાં બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.