માળીયા: માળીયા મિયાણાના સરવડ ગામે બે પિતરાઈ ભાઈઓ ઉપર ત્રણ શખ્સોનો હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ
Maliya, Morbi | May 12, 2025 માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામે ધાર્મિક પ્રસંગમાં ગાળો બોલી રહેલા શખ્સને ગાળો બોલવાની ના પાડનાર યુવક તેમજ તેના પિતરાઈ ભાઈ ઉપર પિતા પુત્ર સહિતના ત્રણ શખ્સોએ હુમલો કરી છરી તેમજ ધારીયા ઘા ઝીકી દેતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.