સરકારી ઈજનેરી કોલેજ, દાહોદ ખાતે AI અને Emerging Technologies વિષય પર એક દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયો
Government Engineering College (GEC), Dahod દ્વારા BharatCares (CSRBOX Group)ના સહયોગથી તથા IBM SkillsBuild સાથેના સંયુક્ત ઉપક્રમે AI અને Emerging Technologies વિષય પર એક દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મિસ્ટર તુષાર ખંડેલવાલ અને મિસ્ટર નિકુંજ સિદપરાએ જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Generative AI), પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ (Prompt Engineering) તથા શિક્ષણક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ અધ્યાપકોને શિક્ષણકાર્યમાં AI નો અસરકારક ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે પ્રાયોગિક નિદર્શન દ્વારા સમજાવ્યું હતું. નવીન AI ટૂલ્સની મદદથી અધ્યાપન પ્રક્રિયાને વધુ સરળ, અસરકારક અને રસપ્રદ બનાવવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કોલેજના મોટી સંખ્યામાં અધ્યાપકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને
Dohad, Dahod | Sep 22, 2026