જાંબુઘોડા: જાંબુઘોડા નગરમાં મોહરમ પર્વ નિમિત્તે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ
જાંબુઘોડા નગરમાં આગામી 26 જૂન શુક્રવારના રોજ મુસ્લિમ સમાજના પવિત્ર મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે તે ધ્યાનમાં રાખી જાંબુઘોડા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. મોહરમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બને તે હેતુસર પોલીસ દ્વારા નગરના મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ યોજાઈ હતી