અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જુહાપુરામાંથી ગેરકાયદેસર હથિયારોના જથ્થા સાથે બે શખસને ઝડપી લીધા છે. પોલીસે રઝીક ઉર્ફે રાજુ કુરેશીને અટકાવી તપાસ કરતાં તેની પાસેથી એક દેશી તમંચો, 5 જીવતા કારતૂસ અને 5 તલવારો મળી આવ્યા હતા.
પૂછપરછ દરમિયાન આ હથિયારો જુહાપુરા-ફતેવાડી વિસ્તારમાં રહેતા મહંમદ અયુબ ઉર્ફે મુલ્લા શેખ પાસેથી મેળવ્યા હોવાનું સામે આવતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા હતા, તેને રાખવા પાછળનો હેતુ શું હતો અને અગાઉ કોઈ ગુનામાં તેનો ઉપયોગ થયો છે કે કેમ તે અંગે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.
(Ahmedabad Crime Branch, Juhapura, Illegal Weapons, Crime News, Police Action)
#Ahmedabad #CrimeBranch #Juhapura #CrimeNews #PoliceAction