પાલીતાણા: પરિમલ વિસ્તારમાં કુંડીમાં પડેલા નંદી મહારાજનો સફળ રેસ્ક્યુ
પાલીતાણા ખાતે ગૌ સેવા સમિતિ અને અર્હમ યુવા સેવા ટીમ દ્વારા ગૌસેવાના કાર્ય દરમિયાન આજ રોજ 4 એપ્રિલ ના રોજ સવારે પરિમલ વિસ્તારમાં બે એક નંદી ખુલ્લી કુંડીમાં પડી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો, જે અંગે જાણ થયા કાર્યકર્તાઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ભારે મહેનત બાદ નગર સેવક ઓમદેવભાઈની મદદથી JCB દ્વારા નંદીને સલામત બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ કામગીરીમાં કલ્પેશભાઈ પરમાર સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.