ગાંધીધામ: સીટી વિસ્તારમાં સીટી ટ્રાફીક પોલીસ દ્વારા વાહન ચેકીંગની ડ્રાઈવ યોજાઈ:28 વાહનો ડીટેઇન કરાયા
આજે સીટી ટ્રાફીક પોલીસ સ્ટાફ દ્વારા ગાંધીધામ સીટી વિસ્તારમાં વાહન ચેકીંગની ડ્રાઈવ રાખી કાળા કાચ લગાવીને ફરતા વાહનો, ફેન્સી નંબર પ્લેટ તથા નંબર પ્લેટ વગર, ત્રણ સવારી , લાઇસન્સ વગરના વાહનચાલકો વિરૂદ્ધ નીચેની વિગતે કાર્યવાહી કરવામાં આવી જેમાં એમ.વી. એક્ટ એન.સી ના 130 કેસ અને સ્થળ પર 55,200 નો દંડ વસૂલવામાં આવ્યો આ ઉપરાંત કુલ 28 વાહનો ડીટેઇન કરાયા હતા.આ કામગીરી પોલીસ સબ ઈન્સપેક્ટર ડી.સી.ગોહીલ તથા સીટી ટ્રાફીક શાખાના કર્મચારીઓએ સાથે રહી કરેલ છે.