મોરવા હડફ: મોરવા હડફ તાલુકાના સાગાવાડા ગામે બે ભાઈઓ પર હુમલો, ચાર આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
મોરવાના સાગવાડા ગામમાં બે ભાઈઓ પર થયેલા હુમલાનો બનાવ સામે આવ્યો છે.જેમાં મેહુલભાઈએ તેમના પિતાને ફોન કરી જાણ કરી કે ગામના શૈલેષભાઈ માલીવાડ તથા તેમના પરિવારના સભ્યોએ તેમને પકડીને પોતાના ઘરે લઈ જઈ મારપીટ કરી હતી જેને લઈને મોરવા હડફ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જેની માહિતી આજે રવિવારે ઓનલાઇન FIR ના માધ્યમથી પ્રાપ્ત થઈ હતી