ગાંધીધામ: જાયન્ટ ગ્રુપ ઓફ ઈફ્કો સહેલી દ્વારા ગાંધીધામ મનપાના પ્રથમ મેયર અને હોદ્દેદારોનું નોટબુક આપી સન્માન
ગાંધીધામ મનપાના પ્રથમ મેયર દિવ્યાબેન નાથાણીએ પોતાના સન્માન પ્રસંગે બૂકેના બદલે નોટબુક ભેટ આપવાની કરેલી અપીલને ધ્યાનમાં રાખી જાયન્ટ ગ્રુપ ઓફ ઈફ્કો સહેલી દ્વારા નોટબુક અર્પણ કરી ગાંધીધામ મનપાના પ્રથમ મેયર દિવ્યાબેન નાથાણી,ડેપ્યુટી મેયર નવીનભાઈ જરૂ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠ, શાસક પક્ષના નેતા ભરતભાઈ મીરાણી તેમજ દંડક સુરેશભાઈ ધુવાનું સન્માન કરવામાં આવ્યું હતું.