અંજાર: પોલીસ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટની સંયુક્ત કાર્યવાહી :સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણ દૂર કરી લાખોની કિંમતની જમીન મુક્ત
Anjar, Kutch | Jun 26, 2026 પ્રોહી ગુનામાં સંડોવાયેલા તથા અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હંસાબેન ઉર્ફે હાસબાઈ કરશનભાઈ ગઢવી રહેવાસી અંજાર દ્વારા અંજાર સરકારી જમીન સર્વે નં. 684/પૈકી ઉપર ગેરકાયદેસર રીતે રહેણાંક મકાનનું બાંધકામ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.પોલસ તરફથી મળેલી માહિતીના આધારે મામલતદાર કચેરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન જમીન ઉપર ગેરકાયદેસર દબાણ થયેલું હોવાનું જણાતા દબાણકર્તાને નોટિસ આપી સરકારી જમીન પરનુ દબાણ દૂર કરવામાં આવ્યું છે