ખંભાત: ગાયત્રી સંસ્કાર ધામ જહાજ ખાતે ત્રિ-દિવસીય ચિકિત્સા શિબિર યોજાઈ, યોગ પ્રાકૃતિક ચિકિત્સા અને આહારથી ફાયદો થયો
ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અને ખંભાત તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત ત્રણ દિવસીય "યોગ, પ્રાકૃતિક ચિકિત્સા અને પ્રાકૃતિક આહાર શિબિર"નું ભવ્ય આયોજન ગાયત્રી સંસ્કાર ધામ, જહાજ (ખંભાત) ખાતે કરવામાં આવ્યું હતું. તારીખ 5-4-26 થી 7-4-2026 દરમિયાન યોજાયેલી આ શિબિરમાં કુલ 47 દર્દીઓએ ઉત્સાહભેર ભાગ લઈ સ્વાસ્થ્ય લાભ મેળવ્યો હતો.ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અને ખંભાત તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા આ ત્રણ દિવસીય શિબિરનું આયોજન કરાયુ