રાજસ્થાનના ફાલનામાં આતશબાજી બાદ આગનું તાંડવ || આગને કારણે એકસાથે 3 લોકોના કરુણ મો*ત
રાજસ્થાનના પાલી જિલ્લાના ફાલનામાં દિવાળીની રાત્રે ફટાકડાની દુકાનમાં લાગેલી ભીષણ આગે એક જ પરિવારના ત્રણ સભ્યોનો ભોગ લીધો. આ દુર્ઘટનામાં કોંગ્રેસનાં મહિલા કાઉન્સિલર ઉષા પૂનમિયા, તેમના પતિ પ્રકાશ પૂનમિયા અને જેઠ ગૌતમ પૂનમિયાનું કરુણ મોત થયું હતું. આગથી બચવા ઉષાબહેન બેઝમેન્ટમાં જતા રહ્યા હતા, પરંતુ ગૂંગળામણને કારણે તેમનું મૃત્યુ થયું હતું. પત્નીને બચાવવા દુકાનમાં દોડી ગયેલા પ્રકાશ પૂનમિયા પણ આગની ઝપેટમાં આવી ગયા હતા, જ્યારે ગંભીર રીતે દાઝેલા ગૌતમ પૂનમિયાએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. એકસાથે ત્રણેયની અંતિમયાત્રા નીકળતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
#RajasthanNews #PaliFire #FireAccident #DiwaliTragedy #FirecrackerShop #UshaPunamia #RajasthanFire #BreakingNews #TragicIncident #HumDekhengeNews