ગાંધીધામ: LCB પોલીસે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લાખોનો ગેરકાયદેસર કોલસાનો જથ્થો ઝડપ્યો: એકની અટક ચાર ફરાર
મીઠીરોહર ખાતે ખુલ્લા વાડામાં ટ્રક અને ટ્રેઈલરોમાંથી ચોરી કરેલો કોલસો ઉતારવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે એલસીબી પીઆઈ જે.એમ. વાળા અને પીએસઆઈ ડી.જી. પટેલની ટીમે દરોડો પાડતા હારૂન સોઢા હાજર મળી આવ્યો હતો. કોલસાના જથ્થા અંગે કોઈ બિલ કે આધાર પુરાવા ન મળતા પોલીસે કોલસો, મોબાઈલ ફોન તથા બે લોડર વાહનો સહિત કુલ રૂ.22.24 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી,તપાસમાં જીગરસિંહ વાઘેલા, અકબર હજામ, સંજય વર્મા તથા કમલેશના નામ પણ સામે આવ્યા છે.