જાંબુઘોડા: જાંબુઘોડા ભાજપ મંડળ દ્વારા નીલકંઠેશ્વર મહાદેવ મંદિર અને આંગણવાડી ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું
આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે વિકાસ,જનકલ્યાણ અને આત્મનિર્ભરતાની નવી ઊંચાઈઓ સર કરી છે.આ જ વિકાસયાત્રાના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટી, જાંબુઘોડા મંડળ દ્વારા એક વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત જાંબુઘોડા સ્થિત પવિત્ર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર તેમજ સ્થાનિક આંગણવાડી પરિસરમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.