ખંભાત: ખંભાતમાં ત્રણ બત્તી વિસ્તારમાં પાલિકા દ્વારા પુનઃ દબાણો હટાવ ઝુંબેશ, દબાણકર્તાઓ દ્વારા વિરોધ
Khambhat, Anand | May 14, 2026 ખંભાત નગરપાલિકા દ્વારા શહેરની ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે મુખ્ય માર્ગો ખુલ્લા કરવા પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં નગરપાલિકા દ્વારા ગવારા બજાર, ત્રણ બત્તી, લાલ દરવાજા વિસ્તારમાં દબાણો હટાવવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં દબાણકારો અને ટીમ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.