ભચાઉ: નર્મદા કેનાલમાં પાણી બંધ હોવાથી ખેડૂતોને હાલાકી, ખેડૂતોએ ભચાઉ પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરી
Bhachau, Kutch | May 26, 2026 છેલ્લા એક મહિનાથી કચ્છમાં નર્મદા કેનાલમાં સમારકામ ચાલુ હોવાથી પાણી બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે કચ્છમાં ખેડૂતો હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે. આજે મોટી સંખ્યામાં રાપર અને ભચાઉ તાલુકાના ખેડૂતોએ પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.