ગાંધીધામ: ડૉ.આંબેડકર જયંતીની ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી:સ્ટર્લીંગ રામકૃષ્ણ હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સ તથા મેડિકલ સેવા ઉપલબ્ધ
સંવિધાન નિર્માતા ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતીની ગાંધીધામમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શહેરમાં એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ઓસ્લો સર્કલ મધ્યે સ્થાપિત પ્રતિમાને હારતોરા કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. શોભાયાત્રામાં રાજકીય પક્ષોના અગ્રણીઓ તેમજ સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા. ડીજેના સુર અને પારંપરિક નૃત્યો સાથે નીકળેલી આ રેલીએ આખું શહેર ગજવી મૂક્યું હતું.