આણંદ: આઈસીડીએસ ઘટક આણંદ-૪ દ્વારા રાસનોલ સેજામાં કુપોષિત બાળકો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
Anand, Anand | Jul 13, 2026 આઈસીડીએસ (ICDS) ઘટક આણંદ-૪ ના રાસનોલ સેજા ખાતે સીડીપીઓશ્રીના માર્ગદર્શન હેઠળ કુપોષિત બાળકો માટે એક ખાસ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. કેમ્પ દરમિયાન આરબીએસકેના મેડિકલ ઓફિસર દ્વારા ૬૦ જેટલા કુપોષિત બાળકોની ઝીણવટભરી આરોગ્ય તપાસ કરવામાં આવી હતી અને જરૂરિયાત મંદ બાળકોને યોગ્ય તબીબી સારવાર તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામા આવ્યું હતું.