જાંબુઘોડા તાલુકામા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ રાજકીય ગરમાવો લાવી દીધો છે.આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અભૂતપૂર્વ પ્રદર્શન કરતા વિરોધ પક્ષોનો સંપૂર્ણ સફાયો કર્યો છે. જાંબુઘોડા તાલુકા પંચાયતની તમામ 16 બેઠકો અને જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપે ભવ્ય વિજય મેળવીને ક્લીન સ્વીપ કર્યું છે