જાંબુઘોડા: પીએમ મોદી સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવા બદલ ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા વિશેષ સંપર્ક અભિયાન હાથ ધરાયુ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સંગઠન દ્વારા દેશભરમાં 'વિશેષ સંપર્ક અભિયાન' ચલાવવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત જાંબુઘોડા ખાતે તા.12 જૂન શુક્રવારના રોજ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયદ્રથસિંહજી પરમાર તથા પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ દ્વારા સ્થાનિક વેપારી અગ્રણીઓ અને પ્રબુદ્ધ નાગરિકો સાથે એક ખાસ મુલાકાત બેઠક યોજવામાં આવી હતી.