સુરતમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી 26 વર્ષીય મહિલા ડોક્ટર નોકરીની શિફ્ટ પૂરી કરીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે અકસ્માત નડ્યો હતો. રીંગરોડ બ્રિજ ઉતરતા સમયે અજાણ્યા વાહને ટક્કર મારતા સારવાર દરમિયાન મહિલા ડોક્ટરનું મોત નીપજ્યું હતું. પરિવારે એકની એક દીકરી ગુમાવતા શોકમાં ગરકાવ થઈ ગયું છે.