જેસર: વીરપુરથી માતરીમા સુધીના બાકી રહેલા રસ્તાના કામને લઈને સ્થળ પર સર્વે કરવામાં આવ્યું
જેસર તાલુકાના વીરપુરથી માતરીમા સુધીના બાકી રહેલા રસ્તાના કામને લઈને સ્થળ પર સર્વે કરવામાં આવ્યું રસ્તાનું કામ આગળ વધે અને સ્થાનિક લોકોને સુવિધા મળી રહે તે માટેની કાર્યવાહી હાથ ધરાતા ગ્રામજનોમાં આશા જાગી છે. આ કામગીરી માટે રજૂઆતને ધ્યાને લઈ સહયોગ બદલ પાલીતાણા વિધાનસભાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા નો ગ્રામજનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.