ગાંધીધામ: બી ડિવિઝન પોલીસની માનવતાભરી કામગીરી : ગુમ થયેલ 13 વર્ષીય બાળક પરિવારને સુરક્ષિત સોંપાયો
અંજાર તાલુકાના મેઘપર કુંભારડીના રહેવાસી 13 વર્ષીય મીત નામનો બાળક તારીખ 27 મેના રોજ બપોરન 12 વાગ્યે આદિપુર ખાતે શિવમ હોસ્પિટલ પાછળ આવેલી પોતાના માસા બાબુભાઈની દુકાન પર કામ કરતો હતો.તે દરમિયાન કોઈને જાણ કર્યા વગર અચાનક ત્યાંથી નીકળી ગયો હતો. તારીખ 28 મેના રોજ રાત્રિના આશરે 12 વાગ્યે ગાંધીધામ ઓસલો તરફથી બાળક મળી આવ્યો હતો.બી ડિવિઝનપીએસઓ હેમરાજભાઈ દ્વારા બાળકના માસા બાબુભાઈનો સંપર્ક સાધી બાળકને સુરક્ષિત રીતે તેમના હવાલે સોંપવામાં આવ્યો હતો.