પાલીતાણા: નગરપાલિકા વોર્ડ નંબર 1 અને 2 માં ભાજપના ઉમેદવારો બિનહરિફ
આજે તારીખ 12 એપ્રિલના રોજ મળતી વિગત અનુઆર ભાવનગરની પાલીતાણા નગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના શહેર પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા તેમની ટીમ સાથે ભાજપમાં જોડાયા છે. આ રાજકીય ઉલટફેરને કારણે વોર્ડ નંબર ૧ અને ૨ માં ભાજપની આખી પેનલ બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે વોર્ડ નંબર ૬ માં પણ ભાજપની એક બેઠક બિનહરીફ થઈ છે.