ખંભાત: ખંભાતના બામણવા ગામે જીભઈપુરામાં મુશળધાર વરસાદને કારણે મકાન ધરાશાયી
Khambhat, Anand | Jul 31, 2026 બામણવાના જીભઈપુરામાં રમતુભાઈ બાવાજીભાઈ પરમારનું મકાન ભારે વરસાદને કારણે અચાનક ધરાશાયી થઈ ગયું હતું.મુશળધાર વરસાદના પ્રકોપને કારણે પતરાવાળા અને ઈંટોથી બનેલા આ બંધ મકાનની દીવાલો ધસી પડી હતી, જેના પરિણામે મકાનની છત પણ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે. ઘટના સમયે મકાન બંધ હાલતમાં હતું, જેના લીધે અંદર કોઈ વ્યક્તિ હાજર નહોતી. આ કારણોસર સદ્દનસીબે કોઈ જાનહાની થઈ.મકાન ધરાશાયી થવાથી મકાનમાલિકને ભારે આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.