સુરતમાં હિટ એન્ડ રનનો મામલો! રોયલ એનફિલ્ડ ચાલક સામે ગુનો, કલાકોમાં ધરપકડ
સુરતના પાલ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પાલ લેક ગાર્ડન પાછળ આવેલા પાલ વોકવે રોડ પર 19 નવેમ્બર 2026ના રોજ સાંજે પાણી ભરવા જઈ રહેલી મહિલાને રોયલ એનફિલ્ડ બાઇકચાલકે પૂરઝડપે ટક્કર મારી હતી. અકસ્માતમાં મહિલાને જમણા પગમાં ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસમાત બાદ બાઇકચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પાલ પોલીસની ટીમે આસપાસના CCTV કેમેરા, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીને શોધી કાઢ્યો હતો.
પોલીસે અડાજણની રામેશ્વર રેસિડેન્સીમાં રહેતા 19 વર્ષીય કરશન કારાભાઈ ગોરાણિયાની ધરપકડ કરી છે. આ મામલે પાલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
#Surat #SuratNews #Pal #PalPolice #HitAndRun SuratAccident RoadAccident CCTVFootage SuratPolice Adajan GujaratNews BreakingNews HotlineNews
Surat News, Surat Breaking News, Pal Surat Accident, Pal Hit and Run Case, Surat Hit and Run, Pal Lake Accident, Pal Walkway Road, Royal Enfield Accident, Woman Accident
Udhna, Surat | Nov 20, 2026