અંજાર: પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં લોકોના ગુમ થયેલા મોબાઇલ અને ચોરી થયેલા દાગીના પરત અપાયા
Anjar, Kutch | Jun 22, 2026 ગુજરાત પોલીસના “તેરા તુઝકો અર્પણ” અભિયાન અંતર્ગત અંજાર પોલીસ સ્ટેશન દ્વારા ગુમ થયેલા મોબાઇલ ફોન તેમજ ઘરફોડ ચોરીના ગુનામાં કબજે કરાયેલા દાગીનાઓ મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.ગુમ થયેલા 20 મોબાઇલ ફોન શોધી કાઢવામાં આવ્યા, જેની અંદાજિત કિંમત રૂ. 4 લાખ થાય છે. ઉપરાંત, અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં ચોરી થયેલા રૂ. 25 હજારના દાગીના તેમજ રૂ. 10 હજાર રોકડ મળી કુલ રૂ. 4.35 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો.